ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
26 જુન 2020
આપણામાંના મોટાભાગના લોકોએ કદી વિચાર્યું પણ ન હોય કે કોઈ આકાશી વીજળી 709 કિલોમીટરનું અંતર માત્ર 17 સેકંડમાં કાપી શકે છે, પરંતુ હવે તેની સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ છે. વિશ્વ હવામાન સંગઠન (ડબ્લ્યુએમઓ) ની એક સમિતિએ ઓક્ટોબર 2018 માં બ્રાઝિલમાં થયેલી વીજળીને વિશ્વની સૌથી લાંબી આકાશી વીજળી તરીકે ઓળખાવી છે, ત્યારબાદ ગયા વર્ષે માર્ચમાં આર્જેન્ટિનાએ પણ સૌથી લાંબી જીવંત વિજળીનો રેકોર્ડ ધરાવ્યો છે.
આ બંને રેકોર્ડ ઇન્ટરનેશનલ એરિયલ લાઈટનિંગ ડે (28 જૂન) પહેલા અમેરિકન જિયોફિઝિકલ યુનિયનના જિયોફિઝિકલ રિસર્ચ લેટરમાં પ્રકાશિત થયા છે. ત્યારબાદ, ડબલ્યુએમઓની સમિતિએ ઉપગ્રહો પાસેથી મેળવેલા ફોટોગ્રાફ્સના આધારે આ દાવાઓની તપાસ કરી અને બંને રેકોર્ડને સત્તાવાર માન્યતા આપવાનું નક્કી કર્યું છે એમ એક નિવેદનમાં ડબલ્યુએમઓએ જણાવ્યું છે.
"આમ પર્યાવરણને લગતી અમેઝિંગ ઘટના બતાવે છે કે પ્રકૃતિ શું શું કરી શકે છે. તેની ઘટનાઓને માપવામાં વૈજ્ઞાનિકઓએ પણ ખૂબ પ્રગતિ કરી છે. શક્ય છે કે આનાથી મોટી લાંબી વીજળી ભવિષ્ય મા થઈ શકે છે અને ભવિષ્યમાં આકાશી વીજળીને માપવા માટે વધુ આધુનિક તકનીકી સાધનો ની શોધ કરતા રહેવું પડશે'' એમ નિષ્ણાતોનું કેવું છે.
દર વર્ષે ઘણા લોકો આકાશી વીજળીને કારણે અકાળ મૃત્યુનો શિકાર બને છે. 1975 માં ઝિમ્બાબ્વેમાં એક ઝૂંપડીમાં વીજળી પડતાં 21 લોકો માર્યા ગયા હતા. જેઓએ વીજળીથી બચવા ઝૂંપડીમાં આશરો લીધો હતો. ત્યાર બાદ 1994 માં, ઇજિપ્તમાં વીજળી પડવાના કારણે મહત્તમ 469 લોકો માર્યા ગયા. બીજી એક ઘટનામાં ઓઇલ ટેન્કરો ઉપર વીજળી પડતાં તેલમાં આગ લાગી જે આખા શહેરમાં ફેલાઈ જતા મોટી સંખ્યામાં લોકોનું મોત નીપજ્યું હતું.…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com