News Continuous Bureau | Mumbai
કર્ણાટક(Karnataka)માં ભાજપ(BJP)માં ભંગાણનાં એંધાણ વર્તાય રહ્યા છે. કોંગ્રેસ(Congress) નેતા સિદ્ધારમૈયા(Siddaramaiah) અને બીજેપીના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા(BS Yeddyurappa)ની નિકટતાને કારણે ભાજપની ચિંતા વધી છે. સિદ્ધારમૈયા આવતા મહિનાની 3 તારીખે 75 વર્ષના થઈ રહ્યા છે. આ અવસર પર દાવણગેરે જિલ્લામાં તેમના સમર્થકો 'સિદ્ધારમૈયા ઉત્સવ'નું આયોજન કરવા જઈ રહ્યા છે, જેમાં ભાજપના નેતા અને પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા ભાગ લેશે.
મીડિયા રિપોર્ટ મુજબ, યેદિયુરપ્પાએ 2021માં મુખ્યમંત્રી પદ(CM post) છોડ્યું ત્યારથી તે પાર્ટીના ટોચના નેતાઓથી નારાજ છે. તેઓ ઈચ્છતા હતા કે કોઈ બિન-લિંગાયત નેતા તેમના અનુગામી બને જેથી લિંગાયત વોટ બેંક તેમની તરફેણમાં રહે. પાર્ટીએ લિંગાયત સમુદાયના બસવરાજ બોમાઈ(Basavaraj Bomai)ને મુખ્યમંત્રી બનાવ્યા. યેદિયુરપ્પા ઈચ્છતા હતા કે તેમના પુત્ર બાય વિજયેન્દ્રને ડેપ્યુટી સીએમ(Deputy chief minister) બનાવવામાં આવે. બીજેપીના કેન્દ્રીય નેતૃત્વએ વિજયેન્દ્રને તબક્કાવાર રીતે 2023ની ચૂંટણી લડવાનો સંકેત આપ્યો હતો. યેદિયુરપ્પાની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે તેમણે 2013માં પાર્ટી છોડી ત્યારે ભાજપની 40 સીટો ઘટી ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : સાવધાન-મુંબઈગરા આવતી કાલે ઘરની બહાર નીકળતા પહેલા વિચાર કરજો-હવામાન ખાતાએ આપી છે આ ચેતવણી-જાણો વિગત
તો બીજી તરફ કોંગ્રેસ(Congress)માં પણ ખેંચતાણ ચાલુ છે. કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર(DK Shivkumar) (ડાબે) અને સિદ્ધારમૈયા (જમણે) 12 દિવસના અંતરાલમાં અલગ-અલગ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે. આ માટે બંને નેતાઓએ રાહુલ ગાંધી(Rahul Gandhi)ને આમંત્રણ મોકલ્યું છે. ઉલ્લેખનીય છે કે હજુ બે મહિના પહેલા જ કર્ણાટક કોંગ્રેસના બીજા નેતૃત્વએ સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર વચ્ચે સમાધાન કરાવ્યું હતું. પરંતુ, હવે ફરીથી બંને નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈના સંકેત દેખાઈ રહ્યા છે. જ્યારે સિદ્ધારમૈયા 'સિદ્ધારમૈયા ઉત્સવ' કરવા જઈ રહ્યા છે, ત્યારે શિવકુમારે 15 ઓગસ્ટથી તિરંગા યાત્રા કાઢવાની જાહેરાત કરી છે. કહેવાય છે કે આમાં 10 લાખથી વધુ લોકો એકઠા થશે. તિરંગા યાત્રાની જાહેરાત કર્યા બાદ શિવકુમારે સિદ્ધારમૈયા પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ વિશેષ પૂજામાં નહીં પણ જન નેતૃત્વમાં વિશ્વાસ કરે છે.
જોકે કર્ણાટકમાં હિજાબ વિવાદ(Hijab Row) શરૂ નહોતો થયો ત્યાં સુધી બધું બરાબર હતું. કોંગ્રેસ સત્તા વિરોધી લહેર ચલાવી રહી હતી. ત્યારે અચાનક હિંદુત્વ(Hindutva)ના મુદ્દાને કારણે બોલ ભાજપની પક્ષમાં ગયો. આવી સ્થિતિમાં કોંગ્રેસમાં ટોચના નેતાઓ વચ્ચેનો મુકાબલો પાર્ટીને નબળી પાડી શકે છે. પાંચ વખતના સાંસદ(MP) અને મજબૂત દલિત નેતા કેએચ મુનિયપ્પા પાર્ટી નેતાઓથી નારાજ છે કારણ કે સિદ્ધારમૈયાના સમર્થક કેઆર રમેશ કુમારે તેમના બે વિરોધીઓેને પાર્ટીમાં સામેલ કરાવી લીધા છે. દરમિયાન એવી અટકળો થઈ રહી છે કે જો તેમના વિરોધીઓને હાંકી કાઢવામાં નહીં આવે તો તેઓ જેડીએસ(JDS)માં જોડાઈ શકે છે. દલિત અને વોક્કાલિગા પ્રભાવ ધરાવતા આ વિસ્તારમાં અત્યાર સુધી કોંગ્રેસ-જેડીએસ સામ-સામે છે. બીજી તરફ, ભાજપે કોંગ્રેસના બે શક્તિશાળી ભૂતપૂર્વ ધારાસભ્યોને જોડ્યા છે, જ્યારે જેડીએસ પહેલેથી જ અહીં પ્રભુત્વ ધરાવે છે. આનાથી કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.