255
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઑગસ્ટ, 2021
મંગળવાર
મહારાષ્ટ્રમાં કોરોના મહામારી બાદ હવે ઝીકા વાયરસનો ખતરો વધી ગયો છે.
રાજ્યના પૂણે જિલ્લામાં ઝીકા વાયરસનો કેસ સામે આવતા જ તંત્રએ અલર્ટ જાહેર કરી દીધું છે.
સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ૭૯ ગામોમાં ઇમરજન્સી સેવા માટે તૈયારી કરી દેવામાં આવી છે.
સાથે જ સ્થાનિક વહીવટી તંત્રની સાથે ગ્રામ પંચાયત સ્તરે, જિલ્લા વહીવટી તંત્રના તાલુકા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગને અગમચેતીરૂપે પગલાં લેવા માટે નિર્દેશ આપવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે પુણેના બેલાસર ગામમાં ઝિકા વાઇરસની 50 વર્ષીય પહેલી મહિલા દર્દી મળી હતી. એ પછી મહારાષ્ટ્રનો પુણે જિલ્લો આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર છે.
You Might Be Interested In