ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર
મહારાષ્ટ્રમાં 16 મહિના બાદ કોરોનાના દર્દીઓની સંખ્યામાં અને મૃતકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 809 કેસ નોંધાયા છે અને 10 દર્દીઓના મોત નીપજ્યા છે.
સાથે જ કોરોનાના 1901 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે
હવે રાજ્યમાં દર્દી રિકવર થવાનું પ્રમાણ વધીને 97.59 ટકા થયું છે.
હાલ રાજ્યમાં કોરોનાના 15,552 એક્ટિવ દર્દી છે, જે વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
દેશમુખ બાદ અબ કી બાર અનિલ પરબઃ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ હવે કર્યો આ દાવો. જાણો વિગત
