ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
14 જુલાઈ 2020
અમરેલીમાં પાંચ માસમાં 85 સિંહોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. જેને પગલે ખાસ કેન્દ્રની એક તપાસ સમિતિ કારણો શોધવા ગુજરાત આવી હતી. આ સમિતિએ જે રિપોર્ટ આપ્યો છે તે ચોંકાવનારો છે. ગીરના સિંહોના મોત માટે વનવિભાગ અને સંરક્ષણ ને લઇ સરકારની ઘોર ઉપેક્ષા સામે આવી છે. આ અભયારણ્યમાં સિંહોની કાળજી લેવા માટે પૂરતો સ્ટાફ પણ નથી. આથી તાત્કાલિક 100 ફોરેસ્ટ ઓફિસર અને 250 ગાર્ડ ની ખાલી જગ્યા ભરવાની તાકીદ કરી છે.
વિવિધ રીતે 85 સિંહો અને બાળસિંહોના મોત થયા છે તે માટે આસપાસ રહેતા માલધારીઓ પણ એક મોટું કારણ હોવાનું જણાયું છે. આથી જ જંગલમાંથી પસાર થતા રસ્તા ઉપર ઠેરઠેર સ્પીડ બ્રેકર લગાવવાની હિમાયત કરી છે. જ્યારે અકુદરતી રીતે થતાં મોત રોકવા માટે સરકાર દ્વારા લેવાતા પગલાં સામે પણ, સમિતિએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. અહીં જંગલની અંદર પણ ઘણા ફેરફારો કરવાના સૂચન કર્યા છે જેમ કે, જંગલની નજીકના કૂવાઓની ફરતે પેરપેટ બનાવવી, નજીકના રેલવે પાટા પહેલા વાડ બાંધવી, અંદર પણ કેટલાક બાંધકામ કરવાનાં પગલાં સૂચવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગીરના સાવજોનાં સંરક્ષણ માટે સાસણ-ગીર ખાતે એક અત્યાધુનિક વેટરનરી હોસ્પિટલ પણ બની રહી છે જેથી સિંહ અને અન્ય પશુ- પ્રાણીઓને સમયસર સારવાર મળી રહે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
Join Our WhatsApp Community