ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૮ એપ્રિલ 2021
બુધવાર
મહારાષ્ટ્રમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને લોકો ના હાથ ના રુવાટા ઉભા થઈ જાય છે. વાત એમ છે કે ૮૫ વર્ષના નારાયણ ભાવરાવ દાભડકર ને કોરોના થયો અને તેઓ ઈલાજ માટે નાગપુરની એક હોસ્પિટલમાં દાખલ થયા. તેમની દીકરી તેમને ઈલાજ માટે અહીં લઈ આવી હતી. તેમનું ઓક્સિજન લેવલ સતત ઓછું થતું હોવાને કારણે તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. થોડો સમય હોસ્પિટલમાં રહ્યા બાદ નારાયણ રાવે જોયું કે હોસ્પિટલના રીસેપ્શન પર એક જુવાન સ્ત્રી પોતાના પતિ માટે બેડ માંગી રહી હતી. પરંતુ હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન બન્ને ઉપલબ્ધ ન હતા. આ પરિસ્થિતિમાં નારાયણ રાવે પોતાના ઓક્સિજન માસ્ક ઉતારી દીધો અને ડિસ્ચાર્જ લઈને બેડ ખાલી કરી નાખ્યો.
અમુક કલાક પછી ઓક્સિજનનું સ્તર નીચે આવતા નારાયણરાવ નું નિધન થયું. પરંતુ જે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેનો જીવ બચી ગયો.
૮૫ વર્ષના નારાયણ દભાડકરે જે કામ કરીને દેખાડ્યું છે તે કદાચ જ કોઈ કરી શકે.
મોટા સમાચાર : કોંગ્રેસ પાર્ટીના મુંબઈના ભૂતપૂર્વ સાંસદ નું થયું કોરોના થી નિધન.
