સુપ્રીમ કોર્ટની ચાર સભ્યોની પેનલનો ચોંકાવનારો અહેવાલ.. દેશના આટલા ટકા ખેડૂતો રદ થયેલા નવા કૃષિ કાયદાનું સમર્થન કરતા હતા.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારે બનાવેલા નવા કૃષિ કાયદાના સંદર્ભમાં  સુપ્રીમ કોર્ટે બનાવેલી પેનલનો અહેવાલ આવ્યો છે, જેમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે દેશના 86 ટકા ખેડૂત સંગઠનો નવા કૃષિ કાયદાની તરફેણમાં હતા.

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે દેશભરના ખેડૂતોએ ભારે વિરોધ કર્યો હતો. દેશભરના ખેડૂતોએ લાંબા સમય સુધી કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યા હતા. છેવટે ખેડૂતોની સામે સરકારને ઝુકવું પડ્યું હતું અને આ કાયદાઓને પાછો ખેંચવાની નામોશી સરકારને સહન કરવી પડી હતી. 

આ સમાચાર પણ વાંચો :  લો બોલો! આ રાજ્યોમાં વળતર મેળવવા સૌથી વધુ બન્યા બનાવટી ડેથ સર્ટિફિકેટ, કોરોના મૃતકોના વળતરને લઈ સરકારનો સુપ્રીમમાં ચોંકવનારો ખુલાસો…

આ કાયદા સામે દેશભરમાં ખેડૂતોએ ભારે વિરોધ કર્યા બાદ અને તેમના આંદોલન બાદ સુપ્રીમ કોર્ટે ચાર સભ્યોની એક પેનલ બનાવી હતી. આ સમિતિએ કૃષિ કાયદાના સંદર્ભમાં વાસ્તવિક હકીકત જણાવવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. આ સમિતિએ આપેલા અહેવાલમાં કરવામાં આવેલા દાવા મુજબ દેશના 86 ટકા ખેડૂત સંગઠનો સરકારના નવા કૃષિ કાયદાની તરફેણમાં હતા. એટલે કે સરકારે નવો કૃષિ કાયદો પાછો ખેંચ્યો તેના વિરોધમાં હતા. લગભગ 3 કરોડ ખેડૂતો જે કાયદાને સમર્થન આપતા હતા, તેને પાછો ખેંચી લેવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય અયોગ્ય હોવાનું પણ આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે. 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *