News Continuous Bureau | Mumbai
Gujarat Young Thinkers Meet: વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ ( Viksit Bharat ) નિર્માણના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશમાં દેશને વિકસિત બનાવવાની નેમ સાથે વિભિન્ન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે રાજ્યમાં સૌપ્રથમ વખત વિવિધ ક્ષેત્રોના ૫૦ થી વધુ ચેન્જમેકર્સ માટે ‘ગુજરાત ચેન્જમેકર્સ મીટ’ અમદાવાદમાં i-Hub ખાતે યોજાઈ હતી,જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આ સંકલ્પને વધુ એક ડગલું આગળ ધપાવવા ‘વિકસિત ભારત-૨૦૪૭’ અંતર્ગત ૮મી ‘ગુજરાત યંગ થિંકર્સ મીટ’ આગામી તા.૯ થી ૧૧ ઓગસ્ટ દરમિયાન સુરતના ( Surat ) ભાટપોર, હજીરા રોડ સ્થિત ઓરો યુનિવર્સિટી ખાતે યોજાશે.
સમન્વય પ્રતિષ્ઠાન ( Samanway Pratishthan ) અને ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ મીટમાં વિસરાતા વ્યવહાર- સામાજિક અને પારિવારિક વ્યવસ્થા- શિક્ષણ વ્યવસ્થા, વિસરાતી સ્વ-વિકાસ વ્યવસ્થા- અર્થવ્યવસ્થા, ધર્મ, પર્યાવરણીય અને કૃષિ વ્યવસ્થા, વિસરાતા તહેવારો અને રમતો સહિતના વિભિન્ન વિષયો ઉપર વિશેષજ્ઞો દ્વારા ચર્ચા-વિચારણા અને માર્ગદર્શન આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024 : ગોલ્ડન બોય નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, પહેલા જ થ્રોમાં રેકોર્ડ તોડીને ફાઈનલમાં બનાવી જગ્યા..
પડકારો તો સનાતન છે ફક્ત એનાં સ્વરૂપ બદલાય છે,પડકારો સામે બાથ ભીડી સમસ્યાથી સમાધાન તરફ જવાની પ્રેરણા આપનાર વડોદરા MSUના સેનેટ-સિન્ડિકેટ સભ્ય એવા જિગર ઈનામદાર અને તેમની ટીમે યુવા વિચારકોને ( young thinkers ) અર્થપૂર્ણ ચર્ચાઓમાં યોગદાન આપવા અને આપણા સમૃદ્ધ વારસાને જાણવા, માણવાની સાથે આગામી પેઢી સુધી આપણા સમૃદ્ધ વારસાને પહોંચાડવાના લક્ષ્ય સાથે સુરતમાં ૮મી ‘ગુજરાત યંગ થિંકર્સ મીટ’નું આયોજન કર્યું છે. વધુ વિગતો માટે ખુશ બ્રહ્મભટ્ટ Mo.: 90993 03911 ઉપર સંપર્ક કરી શકાશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.