ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઑગસ્ટ, 2021
મંગળવાર
જમ્મુ કાશ્મીરના શ્રીનગરના પ્રખ્યાત લાલ ચોક વિસ્તારમાં આજે આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો.
જોકે તેમનું નિશાન ચૂકી ગયું હતું અને ગ્રેનેડ હથગોળા પોસ્ટ પહેલા જ ફાટ્યો હતો.
આ ઘટનામાં 9 લોકો અને 2 જવાન ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકો અને જવાનોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
સાથે જ વિસ્તારની નાકાબંધી કરીને આતંકવાદીઓની તપાસ શરૂ કરી દેવાઈ છે. હજુ સુધી આતંકીઓની કોઈ ભાળ મળી નથી.
રાજ્યસભામાં શરમજનક દ્રશ્યો સર્જાયા. ઉગ્ર વિરોધ પ્રદર્શન પછી ટેબલેટ ફેંકી દેવાયું. જાણો વિગત
