News Continuous Bureau | Mumbai
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના ગણાતી બુલેટ ટ્રેનનું કામ મહારાષ્ટ્રમાં ગોકળ ગતીએ ચાલી રહ્યું છે. પરંતુ ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 99.3 ચકા જેટલી જમીનનું સંપાદન થઈ ગયું હોવાની માહિતી ગુજરાત સરકારે વિધાનસભામાં આપી છે.
મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનનું કામ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનને લઈને ઘોંચમાં પડ્યું છે. મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં અનેક અડચણો આવી રહી છે, તેથી કામમાં વિલંબ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી માત્ર 62 ટકા જમીનનું સંપાદન કરવામાં સફળતા મળી છે, તેની સામે ગુજરાતમાં અત્યાર સુધી આ પ્રોજેક્ટ માટે 99.3 ટકા જમીનનું સંપાદન થઈ ગયું છે.
આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટની ચાર સભ્યોની પેનલનો ચોંકાવનારો અહેવાલ.. દેશના આટલા ટકા ખેડૂતો રદ થયેલા નવા કૃષિ કાયદાનું સમર્થન કરતા હતા.. જાણો વિગતે
ગુજરાત સરકારે આપેલી માહિતી મુજબ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં 99.3 ટકા જમીનનું સંપાદન થયું છે. જમીન સંપાદન માટે અત્યાર સુધી વળતરરૂપે 2,934 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધી 360.75 હેકટર જમીનનું સંપાદન કરવાનું છે, તેમાંથી અત્યાર સુધી 358.33 હેકટર જમીનનું સંપાદન થઈ ચૂક્યું છે.