Site icon

મહારાષ્ટ્રમાં ઠેકાણા નથી પણ ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ ફૂલ સ્પીડે, આટલા ટકા જમીનનું સંપાદન થઈ ગયું. ગુજરાત સરકારની જાહેરાત.

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના ગણાતી બુલેટ ટ્રેનનું કામ મહારાષ્ટ્રમાં ગોકળ ગતીએ ચાલી રહ્યું છે. પરંતુ ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 99.3 ચકા જેટલી જમીનનું સંપાદન થઈ ગયું હોવાની માહિતી ગુજરાત સરકારે વિધાનસભામાં આપી છે.

Join Our WhatsApp Community

મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનનું કામ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનને લઈને ઘોંચમાં પડ્યું છે. મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં અનેક અડચણો આવી રહી છે, તેથી કામમાં વિલંબ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી માત્ર 62 ટકા જમીનનું સંપાદન કરવામાં સફળતા મળી છે, તેની સામે ગુજરાતમાં અત્યાર સુધી આ પ્રોજેક્ટ માટે 99.3 ટકા જમીનનું સંપાદન થઈ ગયું છે.

આ સમાચાર પણ વાંચો :  સુપ્રીમ કોર્ટની ચાર સભ્યોની પેનલનો ચોંકાવનારો અહેવાલ.. દેશના આટલા ટકા ખેડૂતો રદ થયેલા નવા કૃષિ કાયદાનું સમર્થન કરતા હતા.. જાણો વિગતે

ગુજરાત સરકારે આપેલી માહિતી મુજબ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં 99.3 ટકા જમીનનું સંપાદન થયું છે. જમીન સંપાદન માટે અત્યાર સુધી વળતરરૂપે 2,934 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. 

ગુજરાતમાં અત્યાર સુધી 360.75 હેકટર જમીનનું સંપાદન કરવાનું છે, તેમાંથી અત્યાર સુધી 358.33 હેકટર જમીનનું સંપાદન થઈ ચૂક્યું છે. 

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version