ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
આસામના ઢિંગ વિધાનસભા ક્ષેત્રથી AIUDFના ધારાસભ્ય અમીનુલ ઈસ્લામે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે માતા કામાખ્યા મંદિર માટે ઔરંગઝેબે જમીન દાન કરી હતી. જે હજુ પણ બ્રિટિશ સંગ્રહાલયમાં પ્રદર્શિત છે.
ધારાસભ્યના આ નિવેદનને લઈ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ નારાજગી વ્યક્ત કરી છે.
સાથે તેમણે ચેતવણી આપતા કહ્યું છે કે, તમારો એક ધારાસભ્ય જેલમાં છે અને જો ફરી કોઈ આ પ્રકારનું નિવેદન આપશો તો તમને પણ જેલમાં મોકલી દેવામાં આવશે.
આ ઉપરાંત કુટુંબ સુરક્ષા મિશન નામના એક હિંદુ સંગઠને એઆઈયુડીએફના ધારાસભ્ય અમીનુલ ઈસ્લામના નિવેદનો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મધ્યમ વર્ગને કોઈ રાહત નહીં,RBIએ મૌદ્રિક નીતિનુ કર્યુ એલાન, આ કારણે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં
