Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો, ગોરખનાથ મંદિરનો હુમલાખોર આરોપી ઘરની છત પર જ કરતો હતો નિશાનેબાજીની પ્રેક્ટિસ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશમાં ગોરખનાથ મંદિરમાં જવાનો પર હુમલો કરનાર આરોપી મુર્તજા અબ્બાસીના ગળામાં બરોબરનો ગાળિયો સંકંજો કસાયો છે. એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ(એટીએસ) દ્વારા તપાસ વધુ ઝડપી બનાવવામાં આવી છે. તપાસ દરમિયાન મુતર્જા તેના ઘરની છત પર નિશાનેબાજીની પ્રેક્ટિસ કરતો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.

Join Our WhatsApp Channel

તપાસના મૂળિયા તેના જૌનપુર સ્થિત સાસરાના ઘર સુધી પહોંચી ગયા છે. એટીએસે તેની પત્નીની પણ પૂછતાછ કરી છે. પોલીસ મુર્તજાના ઘરની પણ ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં તેના ઘરમાંથી એરગન મળી હતી. છેલ્લા થોડા સમયથી તે પોતાના ઘરની ટેરેસ પર જ પ્રેકટીસ કરતો હોવાનું જણાયું છે.

આ સમાચાર પણ વાંચો : કાળઝાળ ગરમી વચ્ચે આ રાજ્યમાં પડ્યો વરસાદ, વીજ પુરવઠો પણ ખોરવાયો; જાણો વિગતે

મુર્તજા પર ગોરખનાથ મંદિરની બહાર તહેનાત સુરક્ષા જવાન પર હુમલો કરવાના બે કેસ નોંધાયા છે. પહેલો કેસ ગોરખનાથ પોલીસ સ્ટેશનમાં લૂંટ અને હત્યાનો નોંધાયો છે. બીજો કેસ મંદિરની સુરક્ષામાં તહેનાત પોલીસે હુમલાને લઈને નોંધાવ્યો છે. પોલીસના કહેવા મુજબ તેના પાસેથી ત્રણ હથિયાર મળી આવ્યા હતા, જે લઈને તે મંદિરમાં ઘુસ્યો હતો. પોલીસે મંદિરના જવાનો પર હુમલાના કેસમાં અત્યાર સુધી પાંચ લોકોની ધરપકડ કરી છે.

 મુર્તજાના લગ્ન 2019માં થયા હતા. તેના આંતકવાદી સંગઠન સાથેના સંબંધને લઈને તેની પત્નીએ તેના હાથ ઉપર કરી દીધા હોવાનું કહેવાય છે. તો તેના પિતાએ તેના આંતકવાદી સંગઠન સાથેના સંબંધને ફગાવી દીધો હતો અને તેને માનસિક રોગી ગણાવ્યો હતો

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version