News Continuous Bureau | Mumbai
હાલ વારાણસીમાં(Varanasi) જ્ઞાનવ્યાપી મસ્જિદનો(Gyanvapi Masjid) મુદ્દાએ જોર પકડ્યું છે તેમાં પાછું MIMના નેતા અકબરૂદ્દીન ઓવૈસીએ(Akbaruddin Owaisi) ઔરંગાબાદમાં(Aurangabad) ઔરંગઝેબની(Aurangzeb) કબર મુલાકાત લીધા બાદ ધાર્મિક સ્થળો(religious Places) પર તણાવ વધી ગયો છે. મંગળવારે ઔરંગઝૈબની કબર નજીક તણાવ વધી ગયો હતો. તેથી પર્યટકો(Tourists) માટે હાલ પૂરતું કબર બંધ કરવાનો નિર્ણય સ્થાનિક પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે.
મંગળવારે ઔરંગઝેબની કબર પાસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અનેક અફવાએ દિવસભર જોર પકડ્યું અને પરિસ્થિતિ નિયંત્રણ બહાર જવાની શક્યતા જણાઈ હતી. તેથી પોલીસે કબર પાસેનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો. સાથે જ પોલીસ સુરક્ષા(Police security) પણ વધારી દેવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના આ હત્યારાને જામીન પર મુક્ત કરવા આદેશ.. જાણો વિગતે
અહીં ઉલ્લેખનીય છે કે MNS મોગલ બાદશાહ ઔરંગઝેબની(Mughal Emperor Aurangzeb) કબરને જમીનદોસ્ત કરવાની માગણી કરી રહ્યું છે. MNSના સ્થાનિક નેતાએ વિવાદાસ્પદ ટ્વિટ (Controversial tweet) કરીને કહ્યું હતું કે શિવાજી મહારાજની(Shivaji Maharaj) ભૂમિ પર ઔરંગઝેબની કબરની શું જરૂરત છે. જમીનદોસ્ત કરો આ કબરને, તેથી તેની ઔલાદો અહીં માથું ટેકવા આવે નહી.