ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
મહારાષ્ટ્રમાં આરોગ્ય ની પાયાભૂત સુવિધા ના ટાંટિયા હમણાં હલી રહ્યા છે. સરકાર આરોગ્ય વિષયક ગમે તેટલી તૈયારી કરે પરંતુ લોકોને સુવિધા ઓછી પડી રહી છે. આ સમયે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખાનગી હોસ્પિટલોને આહવાન કર્યું છે કે તેઓ કોરોના કેન્દ્રને દત્તક લે. ખાસ કરીને નાના જિલ્લામાં જો મોટી હોસ્પિટલો પોતાની ભૂમિકા નિભાવે તો સરકાર નો બોજ હળવો થઇ શકે તેમ છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ મહારાષ્ટ્રના ખ્યાતનામ ડોક્ટરો તેમજ મોટી હોસ્પિટલો ના વરિષ્ઠો સાથે વિડિયો કોન્ફરન્સિંગ થી ચર્ચા કરી હતી.