આખરે મંત્રાલયના દરવાજા આ તારીખથી સામાન્ય નાગરિકો માટે ખુલશે… જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી(Covid19 pandemic)ને પગલે સતત બે વર્ષ સુધી મંત્રાલય(Mantralaya)ના દરવાજા સામાન્ય નાગરિકો માટે બંધ હતા. છેવટે ફરી એક વખત સામાન્ય નાગરિકોને મંત્રાલયમાં પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાને પગલે મંત્રાલય માર્ચ 2020 થી સામાન્ય નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે લગભગ બે વર્ષ બાદ મંત્રાલયના દરવાજા લોકો માટે ખુલશે. 18 મેથી, સામાન્ય લોકોને(Common people) ફરી એકવાર મંત્રાલયની મુલાકાત લેવા માટે પ્રવેશ કાર્ડ આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  મહિલાઓને ન્યાય આપવા આગળ આવી મહિલા આયોગ, મહિલાઓ માટે લીધો આ કાર્યક્રમ હાથમાં… જાણો વિગતે.

રાજ્ય સરકારે(State govt) 16 માર્ચ, 2020 ના રોજ કોરોના વાયરસના પગલે મંત્રાલયમાં સામાન્ય નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો હતો. સરકારી અધિકારીઓ(government  employee)અને કર્મચારીઓની હાજરી પર પણ પ્રતિબંધ હતો. પરંતુ હવે જ્યારે રાજ્યમાં કોરોનાનો પ્રભાવ ઓછો થયો છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષો(Political party) અને સામાજિક સંગઠનોએ મંત્રાલયમાં સામાન્ય લોકો માટે પ્રવેશ પ્રક્રિયા ફરીથી શરૂ કરવા હાકલ કરી છે.
 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *