ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની 13 કલાક લાંબી પૂછતાછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ હવે અનિલ પરબનો નંબર હોવાની પ્રતિક્રિયા આપી હતી.
લાંબા સમયથી કિરીટ સોમૈયા મહાવિકાસ આઘાડીના પ્રધાનોના એક પછી એક કૌભાંડો બહાર લાવી રહ્યા છે. અનિલ દેશમુખની ધરપકડ બાદ 100 કરોડ રૂપિયા કોના ખાતામાં કેવી રીતે જમા થયા બહુ જલદી તે પણ બહાર આવશે. એવો દાવો કિરીટ સોમૈયાએ કર્યો હતો. અનિલ દેશમુખ બાદ હવે અનિલ પરબનો નંબર હોવાનું પણ તેમણે કહ્યું હતું.
