ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે ૨૦૨૧
મંગળવાર
હાલમાં મહારાષ્ટ્રમાં રાજકીય હલચલને વેગ મળ્યો છે. એનસીપીના સાંસદ સુપ્રિયા સુળે બાદ હવે પ્રફુલ પટેલે પણ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની મુલાકાત લીધી છે. આ મુલાકાત બાદ હવે વિવિધ તર્કો કરવામાં આવી રહી છે.
રાજ્યપાલના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી આ માહિતી આપવામાં આવી હતી. ટ્વીટમાં લખવામાં આવું હતું કે આ મુલાકાત લગભગ એક કલાક સુધી ચાલી હતી. નોંધનીય છે કે એનસીપી અધ્યક્ષ શરદ પવારે ભગતસિંહ કોશિયારીની આકરી ટીકા કરી હતી. ત્યારબાદ હવે એનસીપીના બે દિગ્ગજ નેતાઓ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યા છે.
નક્સલીઓ પણ હવે કોરોનાની ચપેટમાં; ૪૦૦ વધુ નક્સલીઓ કોરોનાથી સંક્રમિત, દસના મૃત્ય, જાણો વિગત…
ઉલ્લેખનીય છે કે બારામતીમાં ૧૪ માર્ચના રોજ પત્રકારોએ શરદ પવારને રાજ્યપાલ દ્વારા નિયુક્ત સભ્યો વિશે પૂછ્યું ત્યારે તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે “મહારાષ્ટ્રે ક્યારેય આવો રાજ્યપાલ જોયો નથી કે જે પોતાની જવાબદારીઓ નિભાવતો ન હોય હાલના રાજ્યપાલ દ્વારા આ ચમત્કાર કરવામાં આવ્યો છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.” તેમણે ઉમેર્યું હતું કે રાજ્યપાલની જવાબદારી છે કે તે બંધારણ દ્વારા સોંપાયેલ સત્તા અને રાજ્ય સરકાર અને મંત્રીમંડળને આપેલી સત્તાઓ અનુસાર ભલામણોનો અમલ કરે. શરદ પવારની આ ટીપ્પણી બાદ વિવાદ સર્જાયો હતો.