અમદાવાદ બ્લાસ્ટ કેસઃ આટલા આરોપી નિર્દોષ તો આટલા દોષિત જાહેર, આવતી કાલે સજા સંભળાવાશે. જાણો વિગત,

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022         

મંગળવાર.

બહુચર્ચિત 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. કુલ જેમાં 77માંથી 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તો 49 દોષિત જાહેર કરાયા છે.
સ્પેશિયલ કોર્ટના જસ્ટિસ એ.આર. પટેલે આજે ચૂકાદો સંભળાવ્યો છે. પુરાવાના અભાવે અમુક આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે.
અમદાવાદમાં 26 જુલાઇ 2008ના રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં 56 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આવતી કાલે દોષિતોને સજા સંભળાવાશે.
કોર્ટે અગાઉ પહેલી  ફેબ્રુઆરીના ચુકાદો આપવાની હતી. પરંતુ જજ કોરોનાગ્રસ્ત થતા નિર્ણય 8 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો.

અમદાવાદમાં 20 સ્થળોએ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં 58 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો જ્યારે 244 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 1163 સાક્ષીઓની જુબાની લેવાઇ ચૂકી છે. તેમજ 1237 સાક્ષીઓને રાજ્ય સરકાર દ્વારા પડતા મુકાયા છે.

વડા પ્રધાન મોદીએ કોરોના મહામારીમાં બલિદાન આપનારા ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓનું અપમાન કર્યું છેઃ આ નેતાએ કર્યો આરોપ .જાણો વિગત,

આ ઉપરાંત રાજ્યની અન્ય જેલોમાં બંધ યાસીન ભટકલ તેમજ અન્ય આરોપીઓ સામેનો કેસ ભેગો કરવા માટે તપાસ એજન્સી દ્વારા અરજી કરવામાં આવી હતી. આ કેસમાં દારૂ પી જેની ઉપર કાવતરુ રચવાનો આરોપ હતો એ અયાઝ સૈયદ જેણે તાજનો સાક્ષી બનીને જુબાની આપી હતી.

આ કેસમાં અલગ-અલગ 521 જેટલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે, એક ચાર્જશીટમાં 9800 પાનાનો ઉપયોગ કરાયો છે, એટલે તમામ ચાર્જશીટ મળીને કુલ 51 લાખ જેટલા પાનાનો ઉપયોગ કરાયો છે.

કોરોનાને કારણે કોર્ટમાં ફીઝીકલ હીયરીંગ બંધ હોવાથી કોર્ટની કાર્યવાહી online શરૂ કરવામાં આવી હતી.. જેમાં આરોપીઓની ઓનલાઇન જુબાની લેવામાં આવી હતી.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment