News Continuous Bureau | Mumbai
યુપીના(UP) વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) દેશભરમાં ચર્ચાનો વિષય બની છે.
હવે કાશી વિશ્વનાથ મંદિરના(Kashi Vishwanath Temple) મહંતે ફરી દાવો કર્યો છે કે, મસ્જિદના ભોંયરામાં ખજાનો છુપાયેલો છે.
મીડિયા સાથેની વાતચીતમાં મંદિરના મહંત કુલપતિ તિવારીએ કહ્યું કે, જ્ઞાનવાપીની પૂર્વ દિશામાં બનેલા ભોંયરામાં ખજાનો છુપાયેલો છે. આ જગ્યા ઐશ્વર્ય મંડપ(Aishwarya Mandap) તરીકે ઓળખાય છે.
મહંતે સ્કંદ પુરાણના શ્લોકો થકી પોતાની વાતને સાબિત કરવાનો પ્રયત્ન કરતા કહ્યુ કે, લોકો જેને ભોંયરુ કહે છે તેની નીચે ખજાનો પણ છે.
અગાઉ તેમણે જ્ઞાનવાપી મસ્જિદમાં એક શિવલિંગ(Shivling) હોવાનો દાવો પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હાલ જ્ઞાનવાપી મસ્જિદના કરવામાં આવેલા સર્વે બાદ વજૂખાનામાંથી શિવલિંગ મળી આવ્યુ હોવાનો દાવાનો મામલો કોર્ટમાં છે અને આગામી દિવસોમાં અદાલત ચુકાદો આપે તેવી શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ લંડનમાં.. નિતીશે પોતાના તમામ ધારાસભ્યોન પટના બોલાવ્યા. તો શું બિહારમાં મોટી રમત રમાઈ રહી છે? જાણો આટા-પાટા..