ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં કોરોના ની પરિસ્થિતિ નવા વાયરસને કારણે વણસી છે. જો કે મહારાષ્ટ્રમાં અગાઉ દિવસના 50000 કેસ નોંધાઈ રહ્યા હતા. જે હવે દૈનિક ૧૦ હજાર થી ઓછા છે. પરંતુ કોલ્હાપુર જેવા વિસ્તારમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં છ થી સાત જીલ્લાઓ એવા છે જ્યાં કોરોના પોતાના પગ ફેલાવી રહ્યો છે. આ આધારે મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો કે મહારાષ્ટ્રમાં સાંજે 4:00 પછી તમામ દુકાનો અને અન્ય વ્યવસાયિક એકમો બંધ રહેશે.
હવે આ સંદર્ભે સોમવાર એટલે કે આજથી કાયદાનો અમલ શરૂ થઇ ગયો છે. આથી આખા મહારાષ્ટ્રમાં સાંજે 4:00 પછી તમામ ગતિવિધિઓ બંધ રહેશે.