ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧
સોમવાર
ગુજરાતના અમરેલી જિલ્લાના એસપી સાથે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એસપી નિર્લિપ્ત રાય અને તેમના સાથી પોલીસ કર્મીઓ દરિયામાં નાહવા ગયા હતા. દરમિયાન એસપી અને કોન્સ્ટેબલ ડૂબી જવાના આરે હતા. જોકે, બીજા સાથીઓએ તેમને બચાવ્યા હતા. આ ઘટના જાફરાબાદના દરિયાકિનારે બની હતી.
હકીકતે એપી નિર્લિપ્તા રાય સહિત પોલીસ સ્ટાફ જાફરાબાદના સરકેશ્વર દરિયામાં ન્હાવા ગયા હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અને SP નિર્લિપ્ત રાય દરિયામાં તણાઈ ગયા હતા. જોકે, અન્ય સ્ટાફ અને સાગર સરક્ષક દળના લાઈફ ગાર્ડ દ્વારા સમય સૂચકતા વાપરી અને તેમને રેસ્ક્યૂ કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે રવિવારે બનેલી આ દુર્ઘટના સમયે પરિસ્થિતિ ખૂબ જ નાજૂક બની ગઈ હતી, ઘટના સ્થળે તરત જ સાગર સરક્ષક દળના લાઈફ ગાર્ડ પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય કર્યું હતું. એસપી નિર્લિપ્ત રાય અને પોલીસ કોન્સ્ટેબલને પ્રાથમિક સારવાર માટે જાફરાબાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. યોગ્ય સમયે જાફરાબાદ સિવિલમાં હાલ બંને અધિકારીઓનું સ્વાસ્થ્ય સારું છે.