ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર 2021
ગુરુવાર
મહારાષ્ટ્રમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મંત્રી નવાબ મલિક વચ્ચેનો ઝઘડો અટકવાનું નામ નથી લઈ રહ્યો.
પ્રાપ્ત જાણકારી મુજબ દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતાએ નવાબ મલિકને માનહાનિની નોટિસ મોકલી છે.
સાથે જ તેમણે નવાબ મલિકને ચેતવણીભર્યાં સૂરમાં કહ્યું છે કે એમનાં પતિ વિરુદ્ધ બદનામીભર્યા ટ્વીટ મલિક 48 કલાકમાં ડિલીટ કરે, જાહેરમાં માફી માગે નહીં તો એમની સામે કોર્ટમાં કેસ કરશે.
અમૃતાએ એમ કહીને મલિકને કાનૂની નોટિસ મોકલી છે કે મલિક ફડણવીસ પરિવારને બદનામ કરે છે.
ઉલ્લેખનીય છે કે નવાબ મલિકના જમાઈ સમીર ખાને ફડણવીસને એમની સામે રૂ. પાંચ કરોડનો માનહાનિનો કેસ કરવાની નોટિસ મોકલી છે.
વિકાસ કાર્યને ફરી મળશે વેગ, કેન્દ્ર સરકારે આપી આ યોજનાને મંજૂરી; જાણો વિગત.