Site icon

આ તે કેવું આશ્ચર્ય- હરિયાણામાં એક યુવક પોતે જીવતો હોવાની કાનૂની લડાઈ લડી રહ્યો છે

News Continuous Bureau | Mumbai

હરિયાણાના(Haryana) ફરીદાબાદ જિલ્લામાં(Faridabad District) સામાજિક અને કલ્યાણ વિભાગે(Social and Welfare Department) ફરીદપુરના(Faridpur) રહેવાસી રાજારામને(Rajaram) મૃત જાહેર કરી દીધા છે. હવે ૬૭ વર્ષીય રાજારામ પોતાને જીવંત કરવાની લડાઈ લડી રહ્યા છે અને તેમના જીવંત હોવાના પુરાવા સાથે ઓફિસના ચક્કર લગાવી રહ્યા છે. છેલ્લા ૭ વર્ષથી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મળતું વૃદ્ધાવસ્થા પેન્શન (Old Age Pension) આવતું હતું, પરંતુ થોડા મહિનાઓ પહેલા રાજારામને મૃત જાહેર કરીને સમાજ અને કલ્યાણ વિભાગે તેમનું પેન્શન બંધ કરી દીધું હતું.

Join Our WhatsApp Community

આ અંગે પૂછપરછ કરવા માટે જ્યારે રાજારામ સમાજ અને કલ્યાણ વિભાગની ઓફિસે પહોંચ્યા ત્યારે વિભાગના લોકોએ કહ્યું કે તમને ઉપરથી મૃત જાહેર(declared dead) કરવામાં આવ્યા છે, તેથી હવે તમે તમારું પેન્શન મેળવી શકશો નહીં. હવે તમારે જીવિત હોવાનો પુરાવો(Proof of being alive) લાવવો પડશે, તે પછી ૬૭ વર્ષીય વ્યક્તિ પોતાના જીવિત હોવાના પુરાવા એકત્ર કરવા માટે અલગ-અલગ વિભાગના ચક્કર લગાવતો રહ્યો અને અંતે તે સિસ્ટમ સામે થાકી-હારીને બેસી ગયો છે. જો કે, આ સમગ્ર મામલાની ફરિયાદ બાદ રાજારામે હરિયાણાના મુખ્યમંત્રી(Haryana Chief Minister) સહિત જિલ્લા ડેપ્યુટી કમિશનરની(District Deputy Commissioner) તમામ ઓફિસના દરવાજા ખટખટાવી ચૂક્યા છે. સમાજ કલ્યાણ વિભાગ(Welfare Department) દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા પછી ગામ લોકો રાજારામની મજાક ઉડાવી રહ્યાં છે. લોકો તેમને જીવતો ભૂત કહીને બોલાવવા લાગ્યા છે.  

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- આ વિકસિત દેશમાં દારૂ પીએ તે માટે સરકાર કેમ્પેઇન ચલાવી રહી છે

મહત્વનું છે કે રાજા રામના ઘરની આર્થિક સ્થિતિ(Economic status)પણ ઘણી નબળી છે અને રાજા રામ સરકાર દ્વારા મળતી વૃદ્ધાવસ્થા પેન્શન પર સંપૂર્ણપણે નિર્ભર છે. આખરે રાજારામે મીડિયાનો સહારો લીધો અને પોતાના જીવંત હોવાના તમામ દસ્તાવેજો મીડિયાની સામે રાખ્યા. હવે જોવાનું એ રહેશે કે બેદરકાર અધિકારીઓ કાગળોમાં મૃત જાહેર કરાયેલ વ્યક્તિને જીવિત કરશે કે કેમ?

MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
BMC Election Result 2026: મુંબઈ હવે ‘મહાયુતિ’ના કબજે! BMC સહિત 5 મહાનગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી, ભાજપ અને શિંદે જૂથનો ભવ્ય વિજય
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:BMC ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી! ઠાકરે બ્રાન્ડને નુકસાન
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:ભાજપ મુંબઈનો નવો બોસ છે! બીએમસીમાં પહેલી વાર મળી બહુમતી
Exit mobile version