Site icon

નકલી ફુલોએ અસલી ફૂલોનો વેપાર બંધ કરાવ્યો- મહારાષ્ટ્રમાં છતે તહેવારે ખેડૂતો રાતા પાણીએ રોયા

News Continuous Bureau | Mumbai

દેશમાં હાલમાં તહેવારો ઉજવણીનો(Celebrating festivals) સમયગાળો ચાલી રહ્યો છે. ગણેશોત્સવના તહેવારમાં વાસ્તવિક ફૂલોની (Real flowers) સરખામણીમાં ઠેર ઠેર કૃત્રિમ ફૂલોની(Artificial flowers) બોલબાલા જોવા મળી રહી છે. બજારો કૃત્રિમ ફૂલોથી ઉભરાઈ રહી છે, તેને કારણે રીયલ ફૂલોની બજારમાં(flower market) માંગ ઘટી છે. ફૂલોની માંગમાં થયેલા ઘટાડાને પગલે ફૂલની ખેતી કરનારા  ખેડૂતોને(Farmers) ભારે નુકસાન થઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. એટલે સુધી કે નુકસાનમાં જનારો ખેડૂતો આત્મહત્યા કરી લેશે એવો ભય પણ નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે.

Join Our WhatsApp Community

નિષ્ણાતોએ એટલે સુધી ચેતવણી આપી દીધી છે કે ફૂલોની ઘટતી માંગને પગલે ભવિષ્યમાં ખેડૂતો ફૂલોની ખેતી કરવાનો ધંધો છોડી દે તેવી દહેશત છે. પ્લાસ્ટિક અને કૃત્રિમ ફૂલોના(Plastic and artificial flowers) વ્યાપક ઉપયોગ(Widespread use) પર સરકાર ધ્યાન આપે તે જરૂરી છે એવી સલાહ પણ નિષ્ણાતો આપી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : જે મુંબઈને નથી મળ્યું તે મહારાષ્ટ્રના આ બે જિલ્લાઓને મળશે- બનશે ત્રણ માળ ઊંચા ફ્લાયઓવર- જાણો સરકારની યોજના વિશે

નિષ્ણાતોના કહેવા મુજબ  મહારાષ્ટ્ર સરકારનો આદેશ હોવા છતાં  મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક પ્રતિબંધ લાગુ કરવામાં આવી રહી નથી. આખું બજાર પ્લાસ્ટિક અને થર્મોકોલ ઉત્પાદનોથી(plastic and thermocouple products) છલકાઈ ગયું છે. આ ઉત્પાદનો પર પ્રતિબંધ છે, છતાં આ ઉત્પાદનો બજારમાં કેવી રીતે આવ્યા?

નિષ્ણાતોના કહેવા મુજબ મહારાષ્ટ્ર સરકાર(Maharashtra Government), પર્યાવરણ વિભાગ(Environment Dept) અને મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (Maharashtra Pollution Control Board) આ બાબતે ઉંઘતી જણાઈ છે. બજારમાં ચાઈનીઝ કૃત્રિમ ફૂલો(Chinese artificial flowers) અને તેની માળાથી ઊભરાઈ રહી છે. તેથી ફૂલોની ખેતી કરનારા ખેડૂતો અને વેપારીઓ હાલાકીમાં મૂકાઈ ગયા છે અને આ વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જો સરકાર હવે આ અંગે પગલાં નહીં લે તો આ ખેડૂતોએ પણ આત્મહત્યા કરવી પડશે.
 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version