Site icon

નેતાઓ હંમેશાં નેતા જ રહેવાના : ભાજપના મુંબઈના આ ધારાસભ્યે આર્યન ખાનની બેલ માટે ભગવાનને પ્રાર્થના કરી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

બુધવાર 

ભારતીય જનતા પાર્ટીના ઘાટકોપર વિસ્તારના ધારાસભ્ય એવા રામ કદમે આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં  જામીન મળી જાય એ માટે ભગવાનને પ્રાર્થના કરી છે. આ સંદર્ભે તેમણે ટ્વીટ પણ કર્યું હતું. 

પોતાના લાંબાલચક ટ્વીટમાં તેમણે જણાવ્યું છે કે આર્યન ખાનને હવે જામીન મળી જવા જોઈએ, કારણ કે તે તેનો સંવિધાનિક હક છે. આ ઉપરાંત તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે આગામી દિવસોમાં આર્યન ખાન ડ્રગ્સ મુક્તિ માટે એક આંદોલન ચલાવે. તેમ જ તેમણે મહારાષ્ટ્ર સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું છે કે રાજ્ય સરકારે એની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. ઉપરાંત તેમણે તમામ રાજકીય પાર્ટીઓને ડ્રગ્સની વિરુદ્ધમાં લડવા માટે એકસાથે ઊભા રહેવાનું આહ્વાન કર્યું છે.

કોરોના સામે જંગ જીતવા ભારતની આગેકૂચ, વેક્સીનના 100 કરોડ ડોઝ આપવાની ખુબ જ નજીક; જાણો અત્યાર સુધીમાં કેટલા ડોઝ અપાયા

ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ આર્યન ખાન મામલે કડક વલણ દાખવ્યું છે ત્યારે રામ કદમે ભાજપના નેતાઓને ભોંઠા પાડ્યા છે.

 

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Exit mobile version