Site icon News Continuous Bureau | Mumbai

શરમજનક! પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાની તપાસ કરતી ટીમ પર હિંસક હુમલો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી થયેલી હિંસાની તપાસ કરી રહેલા રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશન – NHRC)ના સભ્યો પર મંગળવારે કોલકાતાના જાદવપુર વિસ્તારમાં કથિત તૃણમૂલ સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. NHRCના સભ્યો જાદવપુર વિસ્તારમાં પીડિત પરિવારના સભ્યોની ફરિયાદો સાંભળી રહ્યા હતા ત્યારે તૃણમૂલના કથિત સમર્થકોના જૂથે તેમની સાથે ગેરવર્તન શરૂ કર્યું હતું અને ટૂંક સમયમાં તેઓ મારામારી પર ઊતરી આવ્યા હતા.

પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા સેન્ટ્રલ ફોર્સના જવાનોએ લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ ઘટનામાં સાત લોકો ઘાયલ થયાના સમાચાર છે. તમામને બાઘાજાતિન સ્ટેટ જનરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નૅશનલ કમિશન ફૉર માઇનોરિટીઝ જે NHRC ટીમનો ભાગ છે. એના વાઇસ-ચૅરમૅન આતિફ રાશિદે આ હુમલાની પુષ્ટિ કરી હતી અને મીડિયાને કહ્યું હતું કે “જો સ્થાનિક પોલીસ મારી સુરક્ષા માટે ન આવી શકે, તો ગરીબ અને દલિત લોકોનું શું થયું હશે?”

હેં! અદાર પુનાવાલા સામે છેતરપિંડીની કોર્ટમાં ફરિયાદ : વેક્સિન લીધા બાદ પણ ઍન્ટીબૉડીઝ નહીં બન્યા હોવાનો આ વકીલનો દાવો; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે તેમણે જાદવપુરમાં 40 ખાખ થઈ ગયેલાં મકાનોના ફોટોગ્રાફ્સ બહાર પાડ્યા હતા. એક મીડિયા રિપૉર્ટ અનુસાર જાદવપુરના નીલ સંઘ વિસ્તારના 40 લોકોએ મતદાન પછીની હિંસામાં તેમનાં મકાનો તોડી પાડવામાં આવ્યાંની ફરિયાદ કરી હતી. કોલકાતા હાઈકોર્ટના આદેશથી NHRCની ટીમ રાજ્યમાં મતદાન પછીની હિંસાની હાલ તપાસ કરી રહી છે.

Kalyan Teacher Murder Case મિલકત પચાવી પાડવાના મોહમાં શિક્ષિકાની નિર્મમ હત્યા, વસિયતનામા પર બળજબરીથી સહીઓ કરાવી..
Kalyan Youth Murder કલ્યાણમાં ૨૮ વર્ષીય યુવકની ૧૬ ઘા ઝીંકી હત્યા, ક્રાઇમ બ્રાન્ચે ૩૬ કલાકમાં ૩ આરોપીઓને દબોચ્યા
Thane Youth Murder લોજમાં ચારિત્ર્ય પર શંકા રાખી યુવતીની શ્વાસ રુંધીને હત્યા, પોલીસે માત્ર ૨ કલાકમાં આરોપી પ્રેમીને દબોચ્યો
Farmer Murder શહાપુરમાં પત્નીના પ્રેમીએ કુહાડીના ઘા ઝીંકી ખેડૂતની કરી નિર્મમ હત્યા, મૃતદેહ ખાઈમાં ફેંક્યો
Exit mobile version