હેં!!! અયોધ્યાના રામમંદિરને 1,000 વર્ષ સુધી અડીખમ રહે એવું મજબૂત બનાવશેઃ એજેન્સીની મદદથી 500 વર્ષમાં આવેલા ભૂકંપનો અભ્યાસ કરાશે. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

અયોધ્યા(Ayodhya) નું નવનિર્માણ રામ મંદિર  એક હજાર વર્ષથી પણ વધુ વર્ષ સુધી સુરક્ષિત રહે તે મુજબ ટ્રસ્ટ મંદિર બનાવી રહ્યું છે. તે માટે  છેલ્લા 500 વર્ષમાં ભૂકંપથી(Earthquake) થયેલા નુકસાનનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

રામ મંદિર(Ram temple) સદીઓ સુધી અકબંધ રહે તે માટે તેની નિર્માણ સામગ્રીની સાથે સાથે અનેક મુદ્દાઓનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં નેપાળ(Nepal) સહિત અન્ય સ્થળોએ આવેલા ભૂકંપના રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. આ માટે ટ્રસ્ટ અનેક ટેકનિકલ એજન્સીઓની(Techincal agencies) મદદ લઈ રહ્યું છે. તેમના રિપોર્ટના આધારે ફાઉન્ડેશન થી લઈને પ્લીન્થ(Plinth) બનાવવા સુધીની કામગીરી કરવામાં આવી રહી છે. એજન્સીઓના રિપોર્ટના આધારે ફાઉન્ડેશન થી પ્લીન્થ નું બાંધકામ કરવામાં આવશે.

રામ મંદિર જે મજબૂત પાયા પર ટકી રહેશે તે દેશના કેટલાક પસંદગીના મંદિરોમાં જ જોવા મળશે. રામ મંદિરનો પાયો 80 ફૂટ ઊંડી પથ્થરની દિવાલથી બનેલો છે. તેની ઉપર પણ દોઢ મીટર નો પથ્થર નો તરાપો નાખવામાં આવ્યો છે. હવે આ તરાપાની ટોચ પર લગભગ 21 ફૂટ ઊંચો ગ્રેનાઈટ પથ્થર નો એક ખડક સાત સ્તરોમાં નાખવામાં આવી રહ્યો છે. આ મજબૂત મંચ પર રામ મંદિરનું ગર્ભગૃહ આકાર લેશે.

આ સમાચાર પણ વાંચો :  તોફાનમાં ફસાયેલ સ્પાઇસ જેટની ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી. સ્ટાફ પણ ડીરોસ્ટ કરાયો. જાણો વિગત…

એટલું જ નહીં, મંદિરને પૂર, તોફાન જેવી કુદરતી આફતોથી સુરક્ષિત રાખવા માટે મંદિર ની ત્રણ બાજુએ 12 મીટર ઊંડી દિવાલ પણ બનાવવામાં આવી રહી છે. ટ્રસ્ટ રામ મંદિરની ભવ્યતા અને તેની મજબૂતાઈ ને લઈને ગંભીર છે. મિડિયામાં આવેલા અહેવાલ મુજબ ટ્રસ્ટ દ્વારા પાયાનું કામ શરૂ થયું તે પહેલા ભૂકંપના 500 વર્ષના રેકોર્ડની શોધ કરવામાં આવી છે.

રામ મંદિરને માત્ર ભવ્યતાની દૃષ્ટિએ જ નહીં પરંતુ ટેકનોલોજીની દૃષ્ટિએ પણ વિશ્વના પસંદ કરાયેલા મંદિરોમાં સામેલ કરવામાં આવશે.  આઠ ટેક્નિકલ એજન્સીઓ બાંધકામ ની દેખરેખ રાખે છે. રામ મંદિર સદીઓ સુધી અકબંધ રહેશે તેમાં કોઈ શંકા ન હોવાનું શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ  જનરલ સેક્રેટરી ચંપત રાયે એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *