ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
સોમવારના જ્યારે આખા મુંબઈમાં શિવસૈનિકો ધમાલ મચાવી રહ્યા હતા ત્યારે ભાજપના કાંદિવલીના એકમાત્ર હિંમતવાન ધારાસભ્ય અતુલ ભાતખળકરે રસ્તા પર ઊતરીને દુકાનો ખોલાવી હતી.
શિવસેનાને કારણે વેપારીઓને નુકસાન થયું, ભાજપના આ ધારાસભ્ય કોર્ટમાં જશે અને કરશે આ માગણી; જાણો વિગત
સોમવારના બંધમાં અત્યાવશ્યક દુકાનો સવારના સમયે ખુલ્લી હતી. જોકે મહારાષ્ટ્ર બંધને પૂરેપૂરી રીતે સફળ બનાવવા માટ શિવસૈનિકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને જબરદસ્તીથી બસ, રિક્ષા સહિત દુકાનો બંધ કરાવી રહ્યા હતા. એમાં તેઓએ અમુક જગ્યાએ પોલીસની પણ મદદ લીધી હતી. પશ્ચિમ ઉપનગરના કાંદિવલી, મલાડમાં પણ શિવસૈનિકોએ પોલીસની મદદથી દાદાગીરી કરીને દુકાનોને જબરદસ્તીથી બંઘ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અતુલ ભાતખળકરના નેતૃત્વમાં તેમના પક્ષના કાર્યકર્તાઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા અને દુકાનો ચાલુ કરાવી હતી.
