પશ્ચિમ બંગાળમાં ભાજપને વધુ એક ઝટકો, હવે આ ધારાસભ્ય ટીએમસીમાં થયા સામેલ; અત્યાર સુધીમાં આટલા નેતાએ કર્યો પક્ષપલટો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 27 ઑક્ટોબર, 2021

બુધવાર

પશ્ચિમ બંગાળમાં ટીએમસી દ્વારા ભાજપને ઝટકો આપવાનો સિલસિલો ચાલુ છે. 

આ મહિનાની શરૂઆતમાં ભાજપમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય કૃષ્ણ કલ્યાણી આજે ટીએમસીમાં સામેલ થઈ ગયા છે. 

તેઓ મમતા સરકારમાં મંત્રી પાર્થ ચેટર્જીની હાજરીમાં ટીએમસીમાં સામેલ થયા છે.

રાયગંજથી ભાજપ ધારાસભ્ય કૃષ્ણ કલ્યાણીએ એક ઓક્ટોબરે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. 

આનાથી એક દિવસ પહેલા જ કૃષ્ણ કલ્યાણીને ભારતીય જનતા પાર્ટી તરફથી કારણ બતાઓ નોટિસ જારી કરી હતી. આ નોટિસ તેમને રાયગંજમાં ભાજપના સાંસદ દેબાશ્રી ચૌધરી વિરૂદ્ધ નિવેદનબાજી બાદ મોકલાઈ હતી  

ઉલ્લેખનીય છે કે કૃષ્ણ કલ્યાણી આ વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ ટીએમસીમાં જોડાનાર પશ્ચિમ બંગાળમાં ભાજપના પાંચમા ધારાસભ્ય છે

કોરોના સંક્રમણ ઘટતા દિલ્હી સરકારે લીધો એક મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્યમાં આ તારીખથી થશે સંપૂર્ણ શૈક્ષણિક કાર્યક્રમ રાબેતા મુજબ શરુ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More