Site icon

મોટા સમાચાર : પશ્ચિમ બંગાળમાં ભાજપના આ દિગ્ગજ નેતાએ જાહેર રાજકારણમાંથી નિવૃત્તિ લીધી;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

પશ્ચિમ બંગાળથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ બાબુલ સુપ્રિયોએ જાહેર રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે ફેસબુક પર લખેલી પોસ્ટમાં પોતાના મનની આ વાત શૅર કરી છે.

સુપ્રિયોએ આ જાહેરાત તેમના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે ગુડબાય. હું અન્ય કોઈ રાજકીય પક્ષ કે તૃણમૂલ કૉન્ગ્રેસ કે CPMમાં નથી જઈ રહ્યો. કોઈએ મને બોલાવ્યો નથી. હું ક્યાંય જતો નથી, પરંતુ સામાજિક કાર્ય કરવા માટે રાજકારણમાં હોવું જરૂરી નથી.આ પોસ્ટ સાથે રાજનીતિમાંથી નિવૃત્ત થવાની વાત કરી હતી.

દેશભરના ઝવેરીઓની આ માગણી સાથે પાંચ ઑગસ્ટના હડતાલની ચીમકી; જાણો વિગત

બાબુલ સુપ્રિયોએ એક લાંબી ફેસબુક પોસ્ટ પર વારંવાર લખ્યું છે કે તે જઈ રહ્યા છે અને સાથે જ તેઓ સંસદમાંથી રાજીનામું આપવાના છે. તેમણે લખ્યું છે કેમેં નક્કી કરી લીધું છે કે હું રાજકારણ છોડી રહ્યો છું અને મેં વારંવાર આ વાત માનનીય અમિત શાહજી અને નડ્ડાજીને કહી છે.

ઉલ્લેખનીય છે કે આ રીતે બાબુલ સુપ્રિયોના આમ અચાનક રાજકારણ છોડવાથી ભાજપને પશ્ચિમ બંગાળમાં મોટો ફટકો પડ્યો છે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version