ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં ઓક્સિજન બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી રાહત કોષ થી ભંડોળ આપવામાં આવ્યું હતું. આ ભંડોળ આજથી અમુક મહિના અગાઉ આવી ચૂક્યું હતું તેમજ આ ભંડોળમાંથી ઓક્સિજન પ્લાન્ટ બનાવવાનો છે તેવી માહિતી સુદ્ધા આપવામાં આવી હતી. તેમ છતાં મહારાષ્ટ્ર સરકારે ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યા નહીં અને તે પૈસા બીજી જગ્યાએ વાપરી નાખ્યા.
ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રસાદ લાડે કોન્ફરન્સના માધ્યમથી મહારાષ્ટ્ર સરકારને આડે હાથ લીધી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકારે આ સંદર્ભે સ્પષ્ટતા કરવી જોઇએ અને લોકોને સાચો જવાબ આપવો જોઈએ કે મહારાષ્ટ્રમાં ઓક્સિજનની કમી માટે જવાબદાર કોણ છે?
આમ પોતાની જંગ વચ્ચે રાજનૈતિક જંગ પણ ચાલુ છે.