News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના CM અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રામનવમીના દિવસે ફરી એક વખત ભાજપને આડેહાથ લીધું છે.
ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ભાજપ પર નિશાન સાધ્યું અને પૂછ્યું કે જો ભગવાન રામનો જન્મ ન થયો હોય તો ભાજપ કયો મુદ્દો ઉઠાવત… ?
સાથે તેમણે એમ ઓન કહ્યું ભાજપ પાસે કોઇ મુદ્દો બચ્યો નથી. એટલે તેઓ સાંપ્રદાયિક મુદ્દાઓને રાજકારણમાં સૌથી આગળ રાખે છે.
તેમણે વધુમાં કહ્યું કે ભાજપ પાસે હિન્દુત્વની પેટન્ટ નથી.
ભાજપના નેતાઓ કહે છે કે શિવસેનાએ હિન્દુત્વ છોડી દીધું છે. આ સાચું નથી, અમે ભાજપ છોડી દીધું છે. ભાજપે નકલી હિન્દુ હૃદય સમ્રાટ બનવાનો પ્રયાસ કર્યો પરંતુ લોકોએ તેને સાથ આપ્યો નહીં.
આ સમાચાર પણ વાંચો : શું શિવસેના નવા મુખ્યમંત્રીની તલાશમાં છે? મિલીંદ નાર્વેકરની હાજરીમાં એક ધારાસભ્યએ ભાવી મુખ્યમંત્રી તરીકે નવુ નામ સામે મુક્યું. જાણો વિગતે..