News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Maharashtra CM Uddhav Thackeray)ની સમસ્યાઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. હાલ તેઓ મુખ્યમંત્રી(CM) છે અને સરકારી અધિકારીઓ તેમજ પોલીસ વિભાગ(Police department) તેમના આદેશ હેઠળ આવે છે. પરંતુ હવે વિરોધકો આક્રમક થઈ ગયા છે. બુધવારે મોડી સાંજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વર્ષા બંગલા(Varsha Bunglow)થી પોતાનો સામાન લઈને માતૃશ્રી(Matoshree) બંગલા પર પહોંચી ગયા હતા. આ દરમિયાન ઘણી મોટી જનમેદની ભેગી થઈ હતી. હવે આ સંદર્ભે પોલીસ સ્ટેશનો(Police station)માં સાત ફરિયાદ ફાઇલ થઇ છે.
Complaint filed against CM Uddhav Thackrey for breaking Covid Protocol pic.twitter.com/ONRohh28zb
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) June 22, 2022
ફરિયાદ કરનારાઓ સ્વયંસેવી સંગઠનો તેમજ ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતાઓ છે. આ નેતાઓએ ફરિયાદ કરી છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોના પ્રતિબંધો(Covid rules)ના નિયમોનું પાલન કર્યું નથી. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ(corona report positive) છે. આમ છતાં તેઓએ લોકોને મળવાનું ચાલુ રાખ્યું તેમજ પોતાના ઘરની બહાર સેંકડો અને હજારો લોકો ને બોલાવી લીધા. હવે એવી માંગણી કરવામાં આવી છે કે જો સામાન્ય માણસને આવા નિયમ ભંગ કરવા બદલ દંડ(penalty) ફટકારવામાં આવતો હોય તો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને દંડિત કરવા જોઈએ.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ED પાસેથી એક્સટેન્શન માંગ્યું- પૂછપરછ માટે તારીખ લંબાવવા વિનંતી- જાણો શું છે કારણ
