ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
કોરોના સંક્રમણ અટકાવવા અને લોકો વેક્સિન લે તે માટે અમદાવાદ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે જે લોકો પાસે વેક્સિન સર્ટિફિકેટ હશે નહીં તેને અમદાવાદ શહેરમાં આવેલા કોઈપણ રેસ્ટોરન્ટ કે હોટલમાં પ્રવેશ મળશે નહીં.
કોઈપણ હોટલ-રેસ્ટોરન્ટમાં જમવા જવા માટે દરેક લોકોએ ફરજીયાત વેક્સિન સર્ટિફિકેટ દેખાડવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા વેક્સીન નહીં લેનારા લોકો પર ગાળિયો કસવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક નિર્ણયો લેવામાં આવ્યો છે.
એએમસી દ્વારા આજથી શહેરમાં “નો વેકસીન નો એન્ટ્રી” નો અમલ કરવામાં આવ્યો છે. AMC ની તમામ ઓફિસ એને AMTS-BRTS સહિત વિવિધ સ્થળે ચેકીંગ કરાશે.