News Continuous Bureau | Mumbai
બિહારની(Bihar) નીતીશ સરકારે(Nitish govt) અધિકારીઓ(Officers) માટે પ્રમોશનની યાદીમાં(Promotions list) મોટો છબરડો વાળ્યો છે
રાજ્ય સરકાર(State Govt) દ્વારા અધિકારીઓ માટે પ્રમોશનની યાદીમાં 25 IAS અધિકારીઓને(IAS Officers) બઢતી આપવામાં આવી છે.
જોકે આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં એવા બે IASના નામ સામેલ છે જેઓ કોરોના કાળ(Corona Pandemic) દરમિયાન મૃત્યુ પામ્યા છે.
આ ઉપરાંત 14 IAS અધિકારીઓને પણ પ્રમોશન(Promotion) આપવામાં આવ્યું છે જેઓ નિવૃત્ત થઈ ગયા છે.
મૃત્યુ(Dead) અને નિવૃત્તિ બાદ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવતા લોકોએ સરકારને ઘેરી છે.
ઉલ્લેખનીય છે કે બિહારમાં IAS અધિકારીઓનું પ્રમોશન લાંબા સમયથી પેન્ડિંગ હતું.
આ સમાચાર પણ વાંચો : ગુજરાતમાં સર્વત્ર વરસાદને કારણે નર્મદા ડેમમાં નવા પાણીની મોટી આવક- જાણો ડેમના પાણી નું સ્તર