News Continuous Bureau | Mumbai.
કોલકત્તા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળનાં બીરભૂમ જિલ્લામાં થયેલી હિંસાની તપાસ CBIએ કરવાનાં આદેશ આપ્યા છે.
કોર્ટે કહ્યું કે, પુરાવાઓ અને ઘટનાની અસરથી જણાઈ આવે છે કે, રાજ્ય પોલીસ આ માટે તપાસ ન કરી શકે.
આ સાથે કોર્ટે આ મામલે 7 એપ્રિલ સુધીમાં રિપોર્ટ દાખલ કરવા પણ કહ્યું છે.
હાલમાં સીટ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આ મામલે 20 લોકોની ધરપકડ થઈ ચુકી છે.
ઉલ્લેખનીય છે કે, બીરભૂમ જિલ્લાના રામપુરહાટ ખાતે TMC નેતાની હત્યા બાદ હિંસા ભડકી ઉઠી હતી. ત્યાં અનેક ઘરોને આગના હવાલે કરી દેવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : સંજય રાઉતે પીએમ મોદી પર સાધ્યું નિશાન. કહ્યું- એક પુતિન દિલ્હીમાં બેઠા છે જે દરરોજ અમારા પર… જાણો વિગતે
