Site icon News Continuous Bureau | Mumbai

યુપી એમપી બાદ હવે ગુજરાતના ખંભાતમાં ફરી વળ્યું બુલ્ડોઝર, પથ્થરમારા અને હિંસા મામલે તંત્રએ લીધા એક્શન; જુઓ વિડીયો, જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

ગત રવિવારે રામનવમીના દિવસે આણંદ ખંભાતના સંવેદનશીલ શક્કરપુરમાં થયેલા પથ્થરમારાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. આ ઘટના બાદ પોલીસે ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ જે વિસ્તારોમાં કોમી રમખાણો થયા હતા ત્યાં ગેરકાયદેસર લારી-કેબિનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ટ્રેક્ટર અને બુલડોઝર વડે ASP અને પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં આ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Channel

પ્રશાસને શુક્રવારે ગુજરાતમાં ખંભાત હિંસાના આરોપીઓની મિલકતો તોડી પાડી છે. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આરોપીઓની અતિક્રમિત મિલકતોને તોડી પાડવામાં આવી રહી છે. બીજી તરફ, તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ખંભાત તાલુકામાં સંવેદનશીલ પોઇન્ટ નક્કી કરીને ત્યાં દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. એના ભાગરૂપે શક્કરપુરમાં થયેલા ગેરકાયદે દબાણ હટાવવા કામગીરી શરૂ કરી છે.

આ સમાચાર પણ વાંચો  : સૌરાષ્ટ્રના આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા. રાજકોટમાં નવાજૂનીના એંધાણ….

નોંધનીય છે કે ગુજરાતના હિંમતનગર અને ખંભાત શહેરમાં રવિવારે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. બંને જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. ખંભાતમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. બંને શહેરોમાં દુકાનો અને વાહનોને નુકસાન થયું હતું.

Fake FMGE Certificate Scam Busted પરીક્ષામાં નાપાસ થયેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સને બોગસ સર્ટિફિકેટ વેચનારો મુખ્ય સૂત્રધાર અને બે ઉમેદવારો ઝબ્બે
Maharashtra Drought Crisis મહારાષ્ટ્રમાં ઘેરાયું દુષ્કાળનું સંકટ 265 બાદ હવે વધુ 19 તાલુકાઓમાં થશે પાક નુકસાનીનો સર્વે, સરકાર દ્વારા આદેશ જારી
Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Exit mobile version