Site icon

વિકાસના નામે ષડયંત્ર. આ રાજ્યમાં 300 વર્ષ જૂના મંદિર પર ફરી વળ્યું બુલડોઝર, કોગ્રેસ સરકાર પર ભડક્યું ભાજપ 

News Continuous Bureau | Mumbai

 બુલડોઝર એક્શન (Buldozer Action)હાલના દિવસોમાં દેશમાં ચર્ચામાં છે. દિલ્હીની જહાંગીરપુરી(Delhi Jahangirpuri riots) હિંસામાં બુલડોઝર કાર્યવાહીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. દરમિયાન રાજસ્થાન(Rajasthan)ના અલવર(Alwar)માં મ્યુનિસિપલ કાઉન્સિલ તરફથી બુલડોઝરની કાર્યવાહીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાજસ્થાનના અલવર જિલ્લાના રાજગઢ(rajgadh)માં 300 વર્ષ જૂના શિવ મંદિર પર બુલડોઝર ફેરવીને તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. વહીવટીતંત્ર(Administration)ની કાર્યવાહીના કારણે મંદિરની મૂર્તિ(Temple Statue)ઓ ખંડેર થઈ ગઈ છે. આ દરમિયાન કવાયત સાથે તૂટી પડેલું 300 વર્ષ જૂનું શિવલિંગ(Shivling) પણ તૂટી ગયું હતું. લોકોનો આરોપ છે કે વિકાસના નામે ષડયંત્ર હેઠળ મંદિરો તોડવામાં આવ્યા છે.

 

સોશિયલ મીડિયા પર 300 વર્ષ જૂના શિવ મંદિરને તોડવામાં આવતા હોય તેવો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં, મંદિર તોડનારા અને મૂર્તિ પર કટર ચલાવનારા મજૂરો અને અધિકારીઓ મંદિરમાં પગરખા પહેરીને આવ્યા હતા જેને લઇને પણ હિન્દુવાદી સંગઠન અને ભાજપે(BJP) વિરોધ વ્યક્ત કર્યો હતો. આ વિરોધમાં એસડીએમ, પાલિકાના ઇઓ અને રાજગઢના ધારાસભ્ય સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે આ મામલામાં હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં વીજ કટોકટી ગંભીર. રાજ્યમાં સર્જાયેલી કોલસાની અછત. ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે કોલસાને લઈને કહી મોટી વાત.. જાણો વિગતે

 અંગે ભાજપે પણ કોંગ્રેસની ગેહલોત સરકાર(COngress Gehlot govt)પર પ્રહારો કર્યા છે. ભાજપની આઈટી સેલ(BJP IT cell)ના ચીફ અમીત માલવીય(AMit Malviy)એ આ મુદ્દે કોંગ્રેસ(Congress) સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, કરૌલી અને જહાંગીરપુરીમાં મગરના આંસુ વહાવવા એ જ કોંગ્રેસનું સેક્યુલારિઝમ છે. 

AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Pod Taxi Mumbai: વાંદ્રે-કુર્લા પોડ ટેક્સી દેશના એકમાત્ર મોડેલ પ્રોજેક્ટ તરીકે અમલ કરવા શિંદેના નિર્દેશો
Maharashtra Monsoon: મહારાષ્ટ્રમાંથી આ તારીખ પહેલા વિદાય નહીં લે ચોમાસું, ફરી વરસશે મેઘરાજા, એલર્ટ જાહેર.
Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Exit mobile version