438
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મંગળવારે રાત્રે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ (NCP chief)શરદ પવાર(Sharad Pawar) ને મળવા માટે તેમના નિવાસસ્થાન સિલ્વર ઓક પર પહોંચી ગયા હતા. આ મુલાકાતની અગાઉથી કોઈને જાણકારી નહોતી. એટલું જ નહીં મુલાકાત દરમિયાન એકનાથ શિંદે પોતે એકલા ગયા હતા અને તેમણે બંધબારણે શરદ પવાર સાથે બેઠક કરી છે. આથી ચર્ચાનું બજાર ગરમ થઇ ગયું છે. જોકે મીડિયાને એવી માહિતી આપવામાં આવી છે કે આ માત્ર એક અનૌપચારિક ચર્ચા હતી. પરંતુ બંધબારણે શું રંધાયું છે તેની ગંધ હજી સુધી કોઈને આવી નથી.
આ સમાચાર પણ વાંચો : નવી સરકાર આવતાં વેંત જૂની સરકારના નિર્ણયો પર પસ્તાળ પડી- અજિત પવાર નો આ નિર્ણય રદ કરવામાં આવ્યો
You Might Be Interested In