મહારાષ્ટ્રના મત્સ્ય પાલન મંત્રી અને મુંબઇ શહેરના પાલક મંત્રી અસલમ શેખ એ દાવો કર્યો છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે લોકડાઉનનો નિર્ણય લઇ લેશે.
પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના ના આંકડાને જોતા આ નિર્ણય લેવો હવે અનિવાર્ય છે.
ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે લોકડાઉનની જાહેરાતને લાગુ કરતા બે દિવસ પહેલાં કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં લોકડાઉન માથે નહીં મારવામાં આવે, લોકોને બે દિવસમાં સમય અપાશે.