મહારાષ્ટ્રની ઠાકરે સરકારે કોરોના મહામારીના પગલે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
રાજ્યના આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા ડોકટરો સહિત તમામ અધિકારીઓની નિવૃત્તિની વય મર્યાદા હવે 60 થી વધારીને 62 વર્ષ કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રી રાજેશ ટોપે કહ્યું કે કોરોના ની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી હતી.