મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગિરી જિલ્લામાં કોરોનાના નવા ડેલ્ટા પ્લસ વેરિયન્ટને કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું છે.
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આ સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું કે મહારાષ્ટ્રના 21 ડેલ્ટા પ્લસ વેરિયન્ટ દર્દીઓમાંથી, રત્નાગિરીના સંગમેશ્વર ક્ષેત્રમાં 80 વર્ષીય દર્દીનું મોત નીપજ્યું છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તમામ કલેકટરોને મહામારી ત્રીજી લહેરની તૈયારી માટે નિર્દેશ આપ્યાના થોડા દિવસો બાદ જ મૃત્યુથી સ્થાનિક અધિકારીઓ ચિંતામાં મૂકાયા છે.