ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર, 2021
શનિવાર
ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની પીએમ મોદીએ કરેલી જાહેરાત બાદ હવે કેન્દ્ર સરકારે ખેડૂતોની વધુ એક માંગણી સ્વીકારી છે.
આજે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યુ હતુ કે, ખેડૂતો હવે ખેતરમાં પરાળી સળગાવશે તો તેને ગુનો ગણવામાં નહીં આવે.
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, સરકારે જ્યારે નવા કૃષિ કાયદા રદ કરી દીધા છે ત્યારે આંદોલન ચાલુ રાખવાનો કોઈ મતલબ નથી.હૂં ખેડૂતોને આંદોલન પૂરૂ કરીને ઘરે પાછા ફરવા માટે અપીલ કરુ છું.
સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે નવા કાયદા રદ કરવા માટેનુ બિલ સરકાર રજૂ કરશે.