Site icon

તો શું મહારાષ્ટ્રમાં ફરી માસ્ક ફરજિયાત કરાશે? કેન્દ્રએ લખ્યો પત્ર. જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

દેશના અમુક રાજ્યોમાં ફરી કોરોના(covid cases in India)એ માથું ઊંચક્યું છે. કોરોના કેસમાં ફરી હળવો વધારો(Covid cases rise) થઈ રહ્યો છે. એવી પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર(Maharashtra)માં ફરી એકવાર માસ્ક ફરજિયાત(Mask rule) પહેરવાનું લાગુ કરવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે.

મહારાષ્ટ્ર(Maharashtra)માં કોરોના (Covid in control)સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી જતા ગુડી પડવા(Gudi Padwa)ના દિવસે સરકારે (Maharashtra Govt) કોરોનાના પ્રતિબંધક નિયમો હટાવી દીધા હતા, એ સાથે જ માસ્ક પહેરવાનું મરજિયાત કરી નાખવામાં આવ્યું હતું. જોકે છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાં હળવો વધારો થઈ રહ્યો છે. જે ચિંતાનું કારણ બની શકે છે.

તો દિલ્હી (Delhi)સહિત અમુક રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. તેથી કેન્દ્ર સરકારે (Central govt) મહારાષ્ટ્રની સાથે વધુ પાંચ રાજ્યોને પત્ર લખ્યા છે. કોરોના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્યોને પત્ર લખ્યો છે. તેથી હવે મહારાષ્ટ્રમાં ફરીથી નવા પ્રતિબંધો લાગુ પડશે? શું માસ્ક ફરીથી ફરજ પાડવામાં આવશે? એવા સવાલ થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : ભ્રષ્ટાચારના ઓલમ્પિકમાં શિવસેના ગોલ્ડ મેડાલિસ્ટ, ભાજપના આ નેતાનો કટાક્ષ.. જાણો વિગતે

કોરોના દર્દીઓની(Covid Patients) વધતી સંખ્યાને જોતા કેન્દ્ર સરકારે બુધવારે એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. કોરોનાને કારણે દિલ્હી અને આસપાસના સરહદી વિસ્તારોમાં જેમ કે નોઈડા(Noida), એનસીઆર(NCR) અને ચંદીગઢમાં(Chandigarh) ચિંતા વધી ગઈ છે. દર્દીઓની સંખ્યા મોટી નથી. પરંતુ પોઝિટિવ રેટ(Positivity rate) 8% થઈ ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) મુજબ, 5% જોખમી કહેવાય છે. છેલ્લા 24 કલાકમાં, દિલ્હીમાં 632 નવા કોરોનાના કેસ નોંધાયા  છે. તેથી આ પૃષ્ઠભૂમિમાં કેન્દ્રની બેઠક મહત્વની માનવામાં આવે છે.

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version