News Continuous Bureau | Mumbai
દિવાળીને(Diwali) હવે માત્ર ગણતરીના દિવસ બાકી છે. ત્યારે આ ખાસ અવસર પર કંપનીઓ તેમના કર્મચારીઓને(Company employees) મીઠાઈ (Sweets) સિવાય કેટલીક ભેટ પણ આપે છે. આમાંની કેટલીક કંપનીઓ એવી છે કે તેને યાદગાર બનાવતી વખતે તેઓ પોતાના કર્મચારીઓને કેટલીક એવી વસ્તુઓ પણ ગિફ્ટ કરે છે, જેની આખા દેશમાં ચર્ચા થાય છે અને તે કંપની અને કંપનીના માલિક મીડિયામાં છવાયેલા રહે છે. આવું જ એક પરાક્રમ ચેન્નાઈના(Chennai) એક જ્વેલરી વેપારીએ(jeweler) કર્યું છે.
આ અનોખું કારનામું કરનાર જ્વેલરી શોપના માલિક(Jewelry shop owner) જયંતિ લાલનું(Jayanthi Lal) કહેવું છે કે તેણે પોતાના ૧૦ કર્મચારીઓને કાર અને ૨૦ કર્મચારીઓને ૨૦ બાઈક આપી છે. તે કહે છે કે આ લોકોએ મને પૂરો સમય આપ્યો છે. તે દરેક ઉતાર-ચઢાવમાં મારી સાથે કામ કરે છે. આ પુરસ્કાર તેમના કાર્યને પ્રોત્સાહિત કરવા માટે છે, જેથી તેઓ બધા સમાન સમર્પણ સાથે કામ કરતા રહે.
આ સમાચાર પણ વાંચો : મહિલા બેંક મેનેજરે બતાવી બહાદુરી- ચોરના બેંક લૂંટવાના નિષ્ફળ પ્રયાસને બનાવ્યા નિષ્ફળ- ઘટના CCTV કેમેરામાં થઈ કેદ-જુઓ વિડીયો
તમને જણાવી દઈએ કે આટલી મોટી ગિફ્ટ આપવાનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ સુરતના અબજાેપતિ હીરા ઉદ્યોગપતિ(Billionaire diamond industrialist from Surat) સવજી ધોળકિયા(Savji Dholakia) પોતાના કર્મચારીઓને ફ્લેટ, કાર અને અન્ય કિંમતી ભેટ આપીને ઘણી ચર્ચામાં છે. વર્ષ ૨૦૧૬માં તેણે પહેલીવાર દિવાળી બોનસ(Diwali Bonus) તરીકે પોતાના કર્મચારીઓને ૪૦૦ ફ્લેટ અને ૧,૨૬૦ કાર આપી હતી. તે સમયે આ સમાચારે દેશભરના મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું. તે પછી, ઘણા વર્ષો સુધી સમાચાર આવતા રહ્યા કે તેણે તેના સ્ટાફને કાર અને અન્ય ઘણી કિંમતી વસ્તુઓ આપી છે.
હવે ચેન્નાઈના ઉદ્યોગપતિ દ્વારા તેમના કર્મચારીઓને દિવાળીની ભેટ તરીકે કાર અને બાઈક આપવાનું સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. દરેક જણ કહે છે કે જાે તમે બોસ છો, તો તે બનો.