ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર 2021
સોમવાર
છત્તીસગઢના જશપુરમાં ભાજપના દિવંગત નેતા દિલીપ સિંહ જુદેવ બાદ પુત્ર પ્રબલ પ્રતાપ સિંહે ઘરવાપસી અભિયાન ની જવાબદારી લીધી છે.
ધર્માંતરિત હિંદુઓની વાપસી માટે પ્રબલના નેતૃત્વમાં ગઈકાલે એક મોટો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 300 પરિવારના 1200 થી વધુ લોકોએ ઘરવાપસી કરી છે
હિંદુ રીત-રિવાજ પ્રમાણે સૌના પગ ધોઈને તેમની ઘરવાપસી કરાવવામાં આવી હતી.
જિલ્લાના પત્થલગાંવ સ્થિત ખૂંટાપાની ગામમાં ઓપરેશન ઘરવાપસીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ઘરવાપસી કાર્યક્રમનું નેતૃત્વ કરનારા પ્રબલ પ્રતાપે મીડિયાને જણાવ્યું કે, આ તમામ લોકોને 3 પેઢી પહેલા ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા. 2 દિવસીય કાર્યક્રમમાં હજાર કરતા પણ વધારે લોકો એકત્રિત થયા હતા.
ઉલ્લેખનીય છે કે આર્ય સમાજ અને હિંદુ સમાજ દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. .