News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં રાજકરણમાં(Maharashtra Politics) છેલ્લા અનેક દિવસોમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. મહાવિકાસ આઘાડીની સરકાર(Mahavikas Aghadi government) તૂટીને હવે શિવસેનાના(Shiv Sena) બળવાખોર એકનાથ શિંદે(Eknath Shinde) મુખ્યમંત્રી(CM) બની ગયા છે. ભાજપના(BJP) દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) ડેપ્યુટી ચીફ મિનિસ્ટર(Deputy CM) બની ગયા છે. અગાઉ રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા હોવાથી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનવું તેમની માટે એક ડિમોશન(Demotion) હતું. તેઓ આ પદ લેવાના મૂડમાં નહોતા પણ પક્ષના આદેશ સામે તેમનું કઈ ચાલ્યું નહોતું. પરંતુ દેવેન્દ્ર ફડણવીસ પહેલા એવા નેતા નથી કે જેઓ મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ જુનિયર હોદો સંભાળ્યો હોય. અગાઉ પણ મહારાષ્ટ્રમાં અનેક નેતાઓ મુખ્યમંત્રી થયા બાદ જુનિયર પદ સંભાળી ચૂક્યા છે.
ઉદ્ધવ ઠાકરેના(Uddhav Thackeray) રાજીનામા(Resignation) બાદ ગુરૂવાર સાંજે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેની સાથે પ્રેસ કોન્ફરન્સ(Press conference) કરી તો સૌને એ આશા હતી કે ફડણવીસ સીએમ બનશે અને શિંદે તેમના ડેપ્યુટી. પરંતુ ફડણવીસે સીએમ પદ માટે શિંદે નુ નામ આગળ કર્યુ, સાથે જ એ પણ કહ્યુ કે તેઓ પોતે સરકારમાં સામેલ થશે નહીં. આ બાદ થોડા સમયમાં જ જ તેઓ ડેપ્યુટી સીએમ બનવા રાજી થઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : અફવાનું બજાર ગરમ- ઉદ્ધવના રાઈટ હેન્ડ પણ શિંદે ગ્રુપમાં જોડાવાની અટકળ- મળશે વિધાન પરિષદ અને મંત્રીમંડળમાં સ્થાન-જાણો વિગત
દેવેન્દ્ર ફડણવીસ 2014થી લઈને 2019 સુધી સમગ્ર 5 વર્ષ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા. 2019ની વિધાનસભા ચૂંટણી(Assembly elections) બાદ જ્યારે શિવસેનાનુ ભાજપ સાથેનુ ગઠબંધન તૂટી ગયુ, તો ફડણવીસે અજીત પવારના નેતૃત્વવાળા એનસીપી(NCP) ધારાસભ્યોના જૂથનુ સમર્થન બતાવીને મુખ્યમંત્રી પદના(CM Post) શપથ લીધા પરંતુ એ વધારે ટક્યુ નહીં. પર્યાપ્ત સંખ્યા બળ એકઠુ ન થવાના કારણે ત્રણ દિવસની અંદર જ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. હવે એકનાથ શિંદે સરકારમાં તેઓ ડેપ્યુટી સીએમની જવાબદારી નિભાવશે.
દેવેન્દ્ર ફડણવીસ પહેલા પણ ચાર પૂર્વ મુખ્યમંત્રી એવા રહ્યા, જેમને બાદમાં જુનિયર પદ પર જવાબદારી નિભાવી. 1975માં કોંગ્રેસના(Congress) નેતા શંકરરાવ ચવ્હાણ(Leader Shankarrao Chavan) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા.વસંત દાદા પાટીલ(Vasant Dada Patil) દ્વારા તેમની જગ્યા લીધા પહેલા તેઓ બે વર્ષ આ પદ પર રહ્યા હતા. 1978માં પાટીલ કેબિનેટના મંત્રી(Cabinet Minister) શરદ પવારે(Sharad Pawar) સરકાર પાડી દીધી અને પોતે મુખ્યમંત્રી બની ગયા. પવારની અધ્યક્ષતામાં બનેલી પ્રગતિશીલ લોકતાંત્રિક મોર્ચાની આ સરકારમાં શંકરરાવ ચવ્હાણ(Shankarrao Chavan) નાણામંત્રી(Finance Minister) બન્યા.
1985માં શિવાજીરાવ પાટીલ નિલાંગકર(Shivajirao Patil Nilangkar) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. તેઓ જૂન 1985થી લઈને માર્ચ 1986 સુધી સીએમની ખુરશી પર બેસ્યા. અમુક વર્ષ બાદ જ્યારે સુશીલ કુમાર શિંદેની(Sushil Kumar Shinde) સરકાર બની તો શિવાજીરાવ પાટિલને તેમાં રેવન્યુ મીનીસ્ટર (Revenue Minister) બનાવવામાં આવ્યા.
1999માં નારાયણ રાણે(Narayan Rane) શિવસેનામાં રહ્યા દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા. તેમનો કાર્યકાળ જોકે એક વર્ષથી પણ ઓછો રહ્યો. બાદમાં તેમણે શિવસેના છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો. બાદમાં તેઓ વિલાસરાવ દેશમુખની(Vilasrao Deshmukh) સરકારમાં મહારાષ્ટ્રના રેવન્યુ મિનિસ્ટર બન્યા.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના ઈતિહાસમાં પ્રથમ વખત જોવા મળશે સસરા-જમાઈની જોડી- સસરા વિધાન પરિષદના અધ્યક્ષ તો હવે જમાઈ બનશે વિધાનસભાના અધ્યક્ષ
કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણ(Ashok chavan) 2008 અને 2010ની વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પર રહ્યા. બાદમાં 2019માં જ્યારે ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનથી મહાવિકાસ અઘાડી સરકાર(Mahavikas Aghadi Government) સત્તામાં આવી તો ચવ્હાણને પીડબ્લ્યુડી મિનિસ્ટર(PWD Minister) બનાવાયા.