News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena)ની સ્થાપનાનાં 56 વર્ષમાં પહેલી વખત પક્ષની દશેરા રેલી(Dussehra rally) બે ફાડિયામાં વહેંચાઈ ગઈ છે. શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે(Balasaheb Thackeray)ના ખરા વારસદાર હોવાના દાવા સાથે પરંપરાગત સ્થળ શિવાજી પાર્ક(Shivaji Park garden) મેદાનમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Udhhav Thackeray) જાહેરસભાને સંબોધી હતી અને ઠાકરે પરિવારના નિવાસ સ્થાન ‘માતોશ્રી’ની નજીક બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ(Bandra Kurla complex)ના એમએમઆરડીએ(MMRDA) મેદાનમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે(Eknath Shinde) દશેરા રેલી યોજી હતી. આ મેળાવડા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ પૈસાનો સ્ત્રોત શું છે? એવા પ્રશ્નો એક સાથે અરજી બોમ્બે હાઇકોર્ટ(Bombay highcourt) માં દાખલ કરવામાં આવી છે. સાથે અરજીમાં આ ખર્ચની તપાસ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ સામાજિક કાર્યકર્તા દીપક જગદેવે આ અરજી દાખલ કરી છે. આ અરજીમાં બીકેસીમાં દશેરા મેળા માટે ખર્ચાયેલા કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા, કોણે ઉપલબ્ધ કરાવ્યા? તેવો સવાલ કર્યો છે. મહત્વનું છે કે રાજ્યના વિવિધ ભાગોમાંથી શિંદે સમર્થકોને બાંદ્રા-કુર્લા સંકુલમાં લાવવા માટે 1800 એસટી બસો આરક્ષિત કરી હતી. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ભારે અગવડતા પડી હતી. અરજદારે આ અંગે પણ તપાસની માંગણી કરી છે.
અરજીમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે બીકેસીમાં મીટીંગ માટે એમએમઆરડીએ ગ્રાઉન્ડ ભાડે આપવા, મીટીંગ પહેલા 2000 બિલબોર્ડ લગાવવા, મીટીંગ પહેલા પ્રચાર કરવા, મેળાવડા દરમિયાન પ્રખ્યાત ગાયકોના ગીતો રજૂ કરવા, સમર્થકોને ફૂડ પેકેટ આપવા તેમજ મેળાવડા અંગે અખબારોમાં જાહેરાતો પાછળ મોટી રકમ ખર્ચવા માટે આટલા પૈસા ક્યાંથી આવ્યા?
આ સમાચાર પણ વાંચો : Online Sale- ગમે તેટલો વિરોધ કરો પણ લોકોને ઓનલાઈન ખરીદી જ પસંદ છે- સાત દિવસમાં 40000 કરોડનું ઓનલાઈન વેચાણ થયું- દર મિનીટે 1000 મોબાઈલનું વેચાણ- જાણો વિગતો અહીં
તદુપરાંત આ અરજીમાં સમર્થકોને લાવવા માટે સમૃદ્ધિ હાઇવેનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવે હજુ અધૂરો છે. પરંતુ તેમ છતાં તેનો ઉપયોગ કરીને ટ્રાફિકના નિયમોનો ભંગ થતો હોઇ તેની પણ તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શિવસેનાના સાંસદ સંજય રાઉત (56 લાખ), NCP નેતા અનિલ દેશમુખ (4.5 કરોડ) અને નવાબ મલિક પણ નાણાકીય ગેરરીતિના સંબંધમાં જેલમાં છે. આ કિસ્સામાં, મુખ્યમંત્રી શિંદેની બિન-રજિસ્ટર્ડ પાર્ટીએ એસટી નિગમને 10 કરોડ રૂપિયા કેવી રીતે ચૂકવ્યા? તેમને આ પૈસા કોણે આપ્યા? અરજદારે કહ્યું છે કે આ અંગે તપાસ થવી જરૂરી છે. આ કિસ્સામાં નાણાકીય ગેરરીતિ થઈ છે અને દેશમાં કાયદો બધા માટે સમાન છે. એટલા માટે અરજદારે માંગ કરી છે કે શિંદેએ દશેરા મેળાવડા માટે કરેલા ખર્ચની આવકવેરા કાયદા અને નાણાકીય ગેરરીતિ હેઠળ તપાસ થવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : BH સીરીઝ- કિંમતથી લઈને કેવી રીતે અરજી કરવી- દરેક પ્રશ્નના જવાબ વાંચો