News Continuous Bureau | Mumbai
જમ્મુ કાશ્મીર(Jammu Kashmir)માં શ્રી અમરનાથ ગુફા(Amarnath cave) નજીક શુક્રવારે સાંજે વાદળ ફાટ્યું(cloud burst) હતું, જેમાં 15 યાત્રાળુ(Devotee)ઓના મોત થયા હતા. તો 40થી વધુ યાત્રાળુઓ ગુમ થયા હતા. તેમની શોધખોળ ચાલુ છે. આ ઘટના સાંજે 5.30 વાગ્યાની આસપાસ બની હતી. મૃત્યુઆંક વધી શકે છે.
ITBPના જવાનો અને બચાવ ટીમ ઘટના સ્થળે છે.રાહત કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. કાટમાળમાં દટાયેલા લોકોની શોધખોળ ચાલુ છે. સેનાના જવાનો,NDRFની ટીમ અને SDRF ટીમ પણ બચાવ કામગીરી માં લાગી ગઈ છે. ઘણી જગ્યાએ હેલીપેડ પણ બનાવવામાં આવ્યા છે. શુક્રવારે મોડેથી જોકે વાતાવરણ ખરાબ(bad weather) હોવાને કારણે બચાવ કામગીરી રોકી દેવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : વાહ!! બેસ્ટ માટે ઓપન ડેક બસ બની કમાઉ દીકરો. થઈ કરોડો રૂપિયાની કમાણી.. જાણો વિગત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા 15 પર પહોંચી ગઈ છે. એક અંદાજ મુજબ 40થી વધુ ટેન્ટ તણાઈ ગયા હતા. તેમ જ બે ભંડારાના કેમ્પ તણાઈ ગયા હોવાનું માનવામાં આવે છે.
અહેવાલ મુજબ શ્રી અમરનાથ ગુફાથી 2 કિલોમીટર દૂર આ ઘટના બનની ત્યાં 80થી 90 ટેન્ટ હતા. આભ ફાટવાની સાથે જ પાણીની સાથે આ ટેન્ટ તણાઈ ગયા હતા. એક અંદાજ મુજબ ગુફાની આસપાસ 10થી 12 હજાર શ્રદ્ધાળુઓ હતા.
અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલા કેદારનાથમાં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી, તે દુર્ઘટનામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ગુમ થયા હતા.